શું તમને Washington State Department of Health (DOH) તરફથી ટેક્સ્ટ અથવા ફોન દ્વારા સૂચના મળી?
તમે ફોન દ્વારા બે પ્રકારના ટેક્સ્ટ સંદેશાઓ/સૂચનો પ્રાપ્ત કરી શકો છો.
સકારાત્મક કોવિડ-19 પરીક્ષણની સૂચના
Department of Health (ડિપાર્ટમેંટ ઑફ હેલ્થ, DOH) દ્વારા DOH ને જાણ કરવામાં આવેલ સકારાત્મક કોવિડ-19 પરીક્ષણ પરિણામ સાથે સંકળાયેલા તમામ ફોન નંબર પર ચકાસણી લિંક સાથે સૂચના અને/અથવા ટેક્સ્ટ સંદેશ મોકલવામાં આવે છે. આ સૂચના અન્ય WA Notify વપરાશકર્તાઓને કેવી રીતે અનામી રૂપે સૂચિત કરવા તે અંગેની માહિતી પ્રદાન કરે છે કે જેઓ કોવિડ-19 ના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાઓ છે.
જો તમે WA Notify ના વપરાશકર્તા છો, તો તમારે ફક્ત સૂચનાને ટેપ કરવાની અથવા ટેક્સ્ટ સંદેશમાંની લિંકને ક્લિક કરવાની જરૂર છે અને સંભવિત એક્સપોઝર વિશે અન્ય વપરાશકર્તાઓને અજ્ઞાત રૂપે ચેતવણી આપવા માટે WA Notify માંના તમામ પગલાંને અનુસરો.
જો તમે WA Notify ના વપરાશકર્તા નથી, તો તમે ટેક્સ્ટને અવગણી શકો છો. જો તમે તમારા ફોનમાં તેને કેવી રીતે ઉમેરી શકાય તે વિષે તથા WA Notify વિશે વધુ જાણવા માંગતા હો, તો WANotify.org ની મુલાકાત લો
WA Notify ના વપરાશકર્તાઓ કે જેઓ સ્વ-પરીક્ષણનો ઉપયોગ કરે છે (જેને ઘરે-ઘરે પરીક્ષણ પણ કહેવાય છે) અને કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણનો ઉપયોગ કરે છે તેઓ અન્ય WA Notify વપરાશકર્તાઓને અજ્ઞાત રૂપે સૂચિત કરવા માટે ચકાસણી કોડ આપવાની વિનંતી કરી શકે છે કે તેઓ કોવિડ-19 ના સંપર્કમાં આવ્યા હોવાણી શક્યતા છે. WANotify.org, પર "જો તમે સ્વ-પરીક્ષણ સાથે કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરો તો અન્યને કેવી રીતે સૂચિત કરવું" તે વિભાગની મુલાકાત લો .
સંભવિત કોવિડ-19 એક્સપોઝરની સૂચના
WA Notify ના વપરાશકર્તાઓ કે જેઓ કદાચ એક્સપોઝર નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે.
ટેક્સટસ અને સૂચનાઓ કેવા દેખાય છે?
સૂચનાની છબી

પોપ-અપ સૂચનાની સામગ્રી
તમારું કોવિડ-19 વિશેના નિદાનને શેર કરો
અનામી રૂપે અન્ય લોકોને જણાવવા માટે અહીં ટૅપ કરો કે તેઓ COVID-19 ના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા છે. તમારા સમુદાયને સુરક્ષિત રાખવા જરૂરી સહાય માટેના પગલાંને અનુસરો. તમારી વ્યક્તિગત માહિતી શેર કરવામાં આવશે નહીં.
ટેક્સ્ટની છબી

ટેક્સ્ટની સામગ્રી
Message from (Mensaje del) WA Dept. of Health:
This number was given for a recent COVID-19 test. If this phone uses WANotify AND belongs to the person tested, please click the link within 24 hours. Follow the steps to anonymously alert others who may have been exposed.
https://us-wa.en.expressly/v?c=8w5io5c38ipo24fc
Se dio este numéro para una prueba reciente de COVID-19. Si este teléfono usa WANotify Y es de quien se hizo la prueba, haga clic en el enlace en las próximas 24 horas. Siga los pasos para alertar anónimamente a quienes tal vez hayan sido expuestos.
NOT the person tested? Need more information? Visit wanotify.org/text
¿NO es quien se hizo la prueba? ¿Desea más información? Visite notificawa.org/texto
ટેક્સ્ટની છબી

ટેક્સ્ટની સામગ્રી
Message from WA Dept. of Health:
If this phone uses WANotify AND belongs to the person tested, please click the link within 24 hours. Follow the steps to anonymously alert others who may have been exposed.
https://us-wa.en.expressly/v?c=5b56h13n80q9onll
NOT the person tested? Need more information? Visit wanotify.org/text.
ટેક્સ્ટની છબી

ટેક્સ્ટની સામગ્રી
Mensaje del Departamento de Salud del Estado de Washington:
Si este teléfono usa WANotify Y es de quien se hizo la prueba, haga clic en el enlace en las próximas 24 horas. Siga los pasos alertar anónimamente a quienes tal vez hayan sido expuestos.
https://us-wa.en.expressly/v?c=dvo8iije3v33saoj
¿NO es quien se hizo la prueba? ¿Desea más información? Visite notificawa.org/texto.
એક્સપોઝર નોટિફિકેશનની છબી

એક્સપોઝર નોટિફિકેશનની સામગ્રી
તમે કોવિડ-19 ના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા છે.
તમે હાલમાં એવા કોઈની નજીક છો કે જેણે કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. હવે તમે આગળ શું કરશો તે બહુ મહત્વનું છે અને અમે તમને મદદ કરવા માટે અહીં હાજર છીએ. તેના વિષે વધુ જાણવા માટે ટૅપ કરો.
જો મને કોઈ ટેક્સ્ટ અથવા સૂચના પ્રાપ્ત થાય તો મારે શું કરવું જોઈએ?
WA Notify ના વપરાશકર્તાઓએ ટેક્સ્ટમાંની લિંક પર ક્લિક કરવું જોઈએ અથવા સૂચનાને ટેપ કરવી જોઈએ અને એપ્લિકેશનમાં તેમના પરિણામોની અનામી રૂપે પુષ્ટિ કરવા માટેના તમામ પગલાંને અનુસરવા જોઈએ. આ અનામી રૂપે અન્ય WA Notify ના વપરાશકર્તાઓને ચેતવણી આપે છે કે તેઓ તાજેતરમાં કોવિડ-19 ના સંભવિત એક્સપોઝરના સંપર્કમાં આવ્યા છે. WA Notify વપરાશકર્તાઓને તેમના પરિણામોની અનામી રૂપે પુષ્ટિ કરવાની મંજૂરી આપવાથી કોવિડ-19 ના ફેલાવાને વધુ ઝડપથી ફેલાતો અટકાવે છે. કેસની તપાસ પ્રક્રિયા દરમિયાન જાહેર આરોગ્ય સંસ્થાનો પણ સંપર્ક કરી શકે છે અને ચકાસણી લિંક અથવા કોડ ઑફર કરી શકે છે.
કૃપા કરીને તમારા પ્રાથમિક સારવાર કરતાં ડૉક્ટર અથવા પરીક્ષણ પ્રદાતાનો સંપર્ક કરો જો:
- તમને ટેક્સ્ટ અથવા સૂચના પ્રાપ્ત થઈ હોય, પરંતુ તમારા અધિકૃત પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા ન હોય
- તમને તમારા પરીક્ષણ પરિણામ વિશે પ્રશ્નો ઉદભવે છે
સામાન્ય પ્રશ્નો
- જો WA Notify ને ખબર નથી કે હું કોણ છું, તો મને ટેક્સ્ટ અથવા સૂચના કેવી રીતે મળી?
-
ટેક્સ્ટ અને સૂચનાઓ DOH દ્વારા મોકલવામાં આવે છે, WA Notify દ્વારા નહીં. DOH જેઓ કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરે છે તેવી દરેક વ્યક્તિને ટેક્સ્ટ અને/અથવા સૂચના મોકલે છે કારણ કે અમને ખબર નથી કે WA Notify નો કોણ ઉપયોગ કરે છે. જો તમે WA Notify નો ઉપયોગ કરતા નથી, તો તમે ટેક્સ્ટ અને સૂચનાને અવગણી શકો છો.
- DOH કેવી રીતે જાણશે કે કોને ટેક્સ્ટ અથવા સૂચના મોકલવી?
-
કાયદા દ્વારા, ઘણા ચેપી રોગોના સકારાત્મક પરીક્ષણ પરિણામોની જાણ રાજ્યને સંપર્ક માહિતી સાથે કરવી આવશ્યક હોય છે. DOH આ માહિતીનો ઉપયોગ કેસની તપાસ અને સંપર્ક ટ્રેસિંગ (ફક્ત અંગ્રેજીમાં) કરવા માટે કરે છે જેથી રોગનો ફેલાવો અટકાવવામાં આવે. સકારાત્મક પરીક્ષણ કરનારા દરેકને સૂચિત કરવાથી WA Notify ના વપરાશકર્તાઓ ઝડપથી કાર્ય કરી શકે છે અને સંભવિત એક્સપોઝર વિશે અનામી રૂપે અન્ય લોકોને ચેતવણી આપે છે.
- હું WA Notify નો ઉપયોગ કરતો નથી. તમે મને કેમ ટેક્સ્ટ કર્યો?
-
DOH તાજેતરમાં COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કરાયેલા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન નંબર પર ટેક્સ્ટ સંદેશ અને/અથવા પોપ-અપ સૂચના મોકલે છે.
DOH માત્ર જાણે છે કે કોણ સકારાત્મક પરીક્ષણ કરે છે — અમે જાણતા નથી કે કોણ WA Notify નો ઉપયોગ કરે છે. દરેકને ટેક્સ્ટ મોકલીને, અમે WA Notify વપરાશકર્તાઓને અજ્ઞાત રીતે અન્ય લોકોને સંભવિત એક્સપોઝર વિશે વધુ ઝડપથી ચેતવણી આપવા અને સંભવિત રીતે જીવન બચાવવામાં મદદ કરી શકીએ છીએ.
જો તમે WA Notify નો ઉપયોગ કરતા નથી, તો કોઈ પગલાંની જરૂર નથી. જો તમે તમારા ફોનમાં તેને કેવી રીતે ઉમેરવું તે સહિત WA Notify વિશે વધુ જાણવા માંગતા હો, તો WANotify.org ની મુલાકાત લો
- ટેક્સ્ટ કયા ફોન નંબર પરથી આવશે?
-
DOH જે નંબર પરથી ટેક્સ્ટ મોકલશે તે 1-844-986-3040 છે.
- મને એક સૂચના અથવા ટેક્સ્ટ પ્રાપ્ત થયો છે પરંતુ પરીક્ષણ કરાયેલ વ્યક્તિ મારા કુટુંબના અથવા ઘરના સભ્ય હતા. તો હવે મારે શું કરવું જોઈએ?
-
WA Notify વપરાશકર્તા કે જેણે સકારાત્મક પરીક્ષણ કર્યું છે તેણે અનામી રૂપે અન્ય લોકોને ચેતવણી આપવા માટે પગલાંઓનું પાલન કરવું જોઈએ કે જેઓ કદાચ સંપર્કમાં આવ્યા હોય, તેથી તમારે જે તમારા માટે ન હોય એવી કોઈપણ ટેક્સ્ટ અથવા સૂચનાઓને અવગણવી જોઈએ.
જો તમારું કુટુંબ અથવા ઘરના સભ્ય WA Notify વપરાશકર્તા છે, તેમણે પોઝિટિવ પરીક્ષણ કર્યું છે, અને હજુ પણ WA Notify માં તેમના પરિણામની પુષ્ટિ કરવાની જરૂર છે, તો તેઓ "જો તમે તમારી સ્વ-પરીક્ષણ સાથે કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરો છો તો અન્યને તે કેવી રીતે સૂચિત કરવું" વિભાગ WANotify.org, પર માંના પગલાંને અનુસરી શકે છે.
- નોટિફિકેશનને ટેપ કરવા અથવા વેરિફિકેશન લિંક એક્ટિવેટ કરવા માટે મારી પાસે કેટલો સમય છે?
-
સૂચના અથવા ટેક્સ્ટ સંદેશ પ્રાપ્ત કર્યા પછી તમારી પાસે WA Notify માં અન્ય લોકોને સૂચિત કરવાના પગલાંને અનુસરવા માટે 24 કલાકનો સમય હોય છે. જો તમે તે સમયની અંદર સૂચનાને ટેપ કરી શકતા નથી અથવા વેરિફિકેશન લિંક પર ક્લિક કરી શકતા નથી, તો તમે WA Notify માં "જો તમે સ્વ-પરીક્ષણ સાથે કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરો છો તો અન્યને તે કેવી રીતે સૂચિત કરવું" વિભાગ WANotify.org પર માંના પગલાંને અનુસરીને તમે ચકાસણી કોડ આપવા માટે વિનંતી કરી શકો છો.
- શું WA Notify માં વેરિફિકેશન લિંક એક્ટિવેટ કરવા માટે એક કરતાં વધુ વ્યક્તિ ટેક્સ્ટ અથવા નોટિફિકેશનનો ઉપયોગ કરી શકે છે?
-
ના. જો તમારું કુટુંબ અથવા ઘરના સભ્ય WA Notify વપરાશકર્તા છે, તેમણે પોઝિટિવ પરીક્ષણ કર્યું છે, અને હજુ પણ WA Notify માં તેમના પરિણામની પુષ્ટિ કરવાની જરૂર છે, તો તેઓ "જો તમે સ્વ-પરીક્ષણ સાથે કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરો છો તો અન્યને તે કેવી રીતે સૂચિત કરવું" વિભાગ WANotify.org પર માંના પગલાંને અનુસરી શકે છે.
- How do I find my date of exposure in WA Notify?
-
iPhone પર:
- સેટિંગ્સ (Settings) પર જાઓ
- એક્સપોઝર નોટિફિકેશન (Exposure Notifications) પસંદ કરો અથવા સર્ચ બારમાં એક્સપોઝર નોટિફિકેશન (Exposure Notifications) દાખલ કરો
- તમારી સંભવિત એક્સપોઝરની અંદાજિત તારીખ "તમે કોવિડ-19 ના સંપર્કમાં આવ્યા હશો" હેઠળ બતાવવામાં આવશે.
Android પર:
- WA Notify એપ્લિકેશન ખોલો
- "સંભવિત એક્સપોઝર રિપોર્ટ" હેઠળ વિગતો જુઓ (See Details) પસંદ કરો
- તમારી સંભવિત એક્સપોઝરની અંદાજિત તારીખ "સંભવિત એક્સપોઝર તારીખ" હેઠળ બતાવવામાં આવશે